મંગળવારના રોજ 6 કલાકે સર્જાયેલા ટ્રાફિકજામની વિગત મુજબ વલસાડના અતુલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ચાલી રહેલી રસ્તાની કામગીરીને લઈ અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાઓ વધી ગઈ છે આજરોજ બિ્રજ નીચે ચાલી રહેલી કામગીરીને લઈ વલસાડના પારનેરા રોડ ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે નોકરીએથી આવતા નોકરિયાત વર્ગોએ ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો તેમજ બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.