નડિયાદ શહેરમાં સંસ્કાર યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણપતિ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. વાણીયાવડ વિસ્તારમાં આ મહોત્સવ અંતર્ગત ભવ્ય ગણપતિ પ્રતિમાનું આગમન થયું હતું. શહેરના વિવિધ ખૂણેથી હજારોની સંખ્યામાં નાગરિકો આ પ્રતિમાનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ અવસર પર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની આરતી ઉતારી અને જયઘોષ કર્યા હતા.