*ધંધુકા એસટી ડેપોના ડ્રાઈવર/કંડક્ટર ના હાલમાં કરેલ મુવમેન્ટ ઓર્ડર રદ કરવા યુનિયન સંકલન સમિતિની રજૂઆત* વિઓ. અમદાવાદ એસટી વિભાગના ધંધુકા ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર અને કંડકટરોની તીવ્ર અછત જોવા મળી રહી છે. તેમ છતાં વિભાગીય નિયામક દ્વારા અછતમાં અછત ઉભી કરીને ઘણા બધા ડ્રાઈવર કંડકટરોને લાંબા સમયથી મૂવમેન્ટ ઓર્ડર ઉપર અમદાવાદ નજીકના ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે. જે એસટી નિગમના નિયમ વિરુદ્ધ છે.