થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાइકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કરપોલીસે નર્મદા મુખ્ય નહેર પર ચૂડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરી ત્રણેય આરોપીઓને માસ્ટર કી સાથે પકડી પાડ્યા. તેમની પાસેના બાઈકની નંબર પ્લેટ નહોતી. પોકેટ કોપ એપમાં ચેસિસ નંબર ચેક કરતા જાણવા મળ્યું કે આ બાઈક થરાદની ધરતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલું હતું.