અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી રો-મટિરિયલ ટરપેન્ટાઇન ઓઇલ મંગાવ્યું હતું.જે લઈ બે ગાડીઓ આવી હતી.જે બંને ગાડીઓમાંથી 950 કિલો ગ્રામ ટરપેન્ટાઇન ઓઇલ બંને ગાડીઓના ચાલકોએ માર્ગમાં સગેવગે કરી કંપની સાથે 92 હજારથી વધુની છેતરપીંડી કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ગુનામાં સંડોવાયેલ બંને ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.