ગોધરાના લીલેસરા રોડ પર રહેતી 42 વર્ષીય પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે સાસરિયાઓ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા મુજબ, વર્ષ 2002માં ફુલ સૈયદ સોસાયટીમાં રહેતા ઈકબાલહુસેન શેખ સાથે લગ્ન થયા બાદ પાંચેક વર્ષથી પતિ શંકા વહેમ રાખી ઝઘડો, અપશબ્દો અને મારઝૂડ કરતો હતો. સાસુ આયેશાબેન, દિયર ઇદ્રિશભાઈ અને દેરાણી અઝીઝાબાનાં વારંવાર ચઢામણીઓ, ધમકીઓ અને અપશબ્દોથી અપમાનિત કરતી હતી. પૈસાની માંગણી, મેણા-ટોણા અને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આક્ષેપો સાથે પરિણીતા