તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે. અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ધા સમાન છે.