ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયો હતો. જે મુજબ લંડનથી આવેલા મામાએ ભાણેજને 800 પાઉન્ડ સાચવવા માટે આપ્યા હતા. ચોરોની ત્રિપુટીને ખબર પડતાં તેઓએ 800 પાઉન્ડની ચોરી કરી લીધી હતી. દેવભૂમિ દ્વારકા LCB એ ચક્રો ગતિમાન કરીને ત્રણેય ઇસમોને ખંભાળિયા ઘી ડેમ વિસ્તારમાંથી પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.