ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદ બાદ હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે, જેના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. હિંમતનગર શહેર વચ્ચેથી પસાર થતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ભારે વરસાદને પગલે નદી-નાળામાં પાણીની આવક થતા મોટાભાગના તળાવો અને જળાશયો છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીન