જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- 2025” યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકોને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા 15 જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનામાં મેરીટમાં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.