હાંસોટ તાલુકાના મોઠીયા,ઉત્તરાજ અને શેરા જેવા ગામોમાં ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.શેરા ગામે વિકાસ રથનું સ્વાગત કરી ગ્રામજનો તેમજ લાભાર્થીઓએ વિકાસરથ થકી ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી.તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાંસોટ તાલુકા મામલતદાર રાજન વસાવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.