રાપરના અયોધ્યાપુરી મધ્યે રહેતા બુટલેગરની પાસા હેઠળ અટક કરી વડોદરા જેલમાં મોકલી દેવાયો હતો. પૂર્વ કચ્છમાં અનિષ્ટ પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી એલસીબી દ્વારા બુટલેગર અરવિંદસિંહ રાણુભા જાડેજા, રહે. સિયારિયા વાસ, અયોધ્યાપુરી, રાપર વિરુદ્ધ રાપર અને બાલાસરમાં દારૂના જુદાજુદા ૫ ગુના નોંધાયેલા હોવાથી તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી.