181 કપરાડા વિધાનસભામાં આવતા મનાલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઇન્ચાર્જ કમલેશ પટેલ, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિત, ધરમપુરના પ્રમુખ રાકેશ પટેલ, કપરાડા તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, માયનોરિટી સેલના પ્રમુખ હર્ષદ સિંધી, વકીલ સેલના પ્રમુખ ધવળિયા ભોયા સહિત અનેક નામી અનામી હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.