થાનના તરણેતર વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાઈ. આ લાડુ સ્પર્ધામાં વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ ૩૦ મિનિટમાં ૩૦ લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દરેક સ્પર્ધકોએ બેસન વાળા ખાંડના લાડુ દાળ સાથે ખાવાના હતા જેમાં લાડુ સ્પર્ધામાં અલગ અલગ જીલ્લામાંથી ફૂલ ૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે વિજેતા સ્પર્ધક બળવંતભાઈ રાઘવાણીને રોકડ રૂપિયા ૨૦૦૦ નું પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યું હતું.