મોરવા હડફ તાલુકાના મેરપ ગામેથી આજે શુક્રવારના રોજ ભાદરવી પૂનમ નિમિતે અંબાજી દર્શનાર્થે જતા રથનું પ્રસ્થાન મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને નિમિષાબેન સુથારે આરતી કરી ઉપસ્થિત રહી જગતજનની મા અંબાના દર્શન કરવા જતા તમામ ભક્તોની માતાજી મંગલ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા