આડોડીયાવાસથી બોરડી ગેટ તરફ જવાના રોડ પર ભુવો પડ્યો .મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના આડોડિયા વાસ થી બોરડીગેટ તરફ જવાના રોડ પર મોટો ભુવો પડ્યો હતો, જો કે આ અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને કરવામાં આવતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ રીપેરીંગ કરવાના બદલે માત્ર ભુવા ફરતે પ્લાસ્ટિકના બેરીકેટ મૂકી દઈ કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો