જામનગર શહેરમાં ઇકો કારમાં આગ લાગી. શહેરના ત્રણ બત્તી ચોકમાં ઈકો ગાડીમાં આગ લાગી. ત્રણ બત્તી વિસ્તારમાંથી પસાર થઇ રહેલ ઇકો ગાડીમાં અચાનક આગ લાગતા સમય સૂચકતા વાપરી આગને કાબુમાં લેવામાં આવી.આગ લાગતા સ્થાનિક દુકાનદારોએ સમયસર કાર પર પાણીનો મારો લગાવી આગ બુજાવી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.