અંબાજી માતાજીના દર્શનાર્થે જતા યાત્રીકોનો ધસારો પાટણ જિલ્લાના વિવિધ માર્ગો પર રહેતો હોય છે. આ સમય દરમ્યાન રોડની સાઈડોની નજીકમાં પદયાત્રીઓની સેવા માટે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બાંધવામાં આવતા હોય છે. ઘણા કેમ્પો રોડની એકદમ નજીક બાંધવામાં આવતા હોય છે તેમજ સેવા કેમ્પો આગળ માટીથી બમ્પ બનાવે છે. આથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. સેવા કેમ્પો દ્વારા કેમ્પના આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટીક, થર્મોકોલ તેમજ કચરો નાખતા હોય છે.