જામનગરમાં થોડા દિવસો અગાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના જન્મદિવસ નિમિત્તે પાસે રોડ પરના ખાડામાં માટી નાખી વિરોધ કરાયો હતો, ત્યારે કોંગ્રેસના વિરોધ બાદ તંત્ર દ્વારા રોડ પરના ખાડાનું ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું છે, કોંગ્રેસ દ્વારા રોડ પરના ખાડાના વિરોધ બાદ કામગીરી કરવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.