ઉચ્છલ તાલુકાના ખાબદા અને ભીંતભૂદર્ક ગામે દીપડાના ભય થી લોકોની સમસ્યા વધી.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ખાબદા અને ભીંતભૂદર્ક ગામના આગેવાન પાસેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ગામમાં દીપડા ના ભય ને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો છે.જેને લઈ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.