જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતી પરિણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ કરી હતી.