બોટાદ શહેરમાં દિનદયાળ ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું.બિહારના દરભંગામાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો જેના વિરોધમાં બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેમજ બોટાદ શહેર ભાજપ સંગઠન દ્વારા દિન દયાળ ચોક ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ કરવામા આવ્યો આ સમય મોટી સંખ્યામા યુવા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા.