દામનગર અને હાવતડ ગામ વચ્ચે આવેલા રેલવે સ્ટેશન નજીક રખડતા પશુઓ અચાનક રોડ પર આવી જતા બાઈક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં દામનગર કામસર જતા રસિકભાઈ તાપણીયા ઈજાગ્રસ્ત થયા છે.સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી છે કે, રખડતા પશુઓના કારણે અકસ્માતો વધતા જાય છે, છતાં યોગ્ય પગલાં લેવાતા નથી.