વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માનતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.