હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલ મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જમા સુરેન્દ્રનગર વઢવાણ તેમજ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલ પાકને જીવત દાન મળ્યું હતું અને ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી