ગુજરાત પાસિંગના ડમ્પરચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારમાં ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ સંબંધિત વિભાગોના જવાબદારો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. નોંધનીય છે કે, અકસ્માત ઝોન બનેલા આ હાઈવે પર અવારનવાર દુર્ઘટનાના બનાવો બનતા રહે છે.