બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે 157 જેટલા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.રાણપુર પોલીસ સ્ટેશન થી લઈને લીંબડી ત્રણ રસ્તા તેમજ મામલતદાર કચેરી લઈને પોલીસ સ્ટેશન સુધીના આ રોડ ઉપર 157 જેટલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે.જેમાં ત્રણ જે.સી.બી. ત્રણ ટ્રેક્ટર પીજીવીસીએલની ટીમ સાથે સરકારી અધિકારીઓ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવશે જેને લઈને રાણપુર મામલતદાર કે.બી.ગોહિલે આપી માહિતી.