નડિયાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી ઝાપટા. મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરમાં ચોમાસાની ઋતુમાં પડતી અગવડતામાં કોઈ ફેર પડ્યો નથી. ગુરુવાર બાદ શુક્રવારે પણ બપોરના સમયે 15 જ મિનિટમાં એક ઇંચ થી વધુ વરસાદ વરસતા ગરનાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. શહેરના ગરનાળા બંધ થતાં મિશન બ્રિજ ઉપરથી વાહનોની અવરજવરને કારણે ટ્રાફિકની સ્થિતિ કંટાળાજનક બની..