ભાવનગર એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડે છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરતી ટોળકીના 6 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસએ તેમની પાસેથી કુલ રૂ. 10,17,600/- નો મુદ્દામાલ, જેમાં સ્ટીલની ટાંકીઓ, 122.5 કિલો ગ્રામ કેબલ વાયર, રોકડ, બે બોલેરો પીકઅપ, મોબાઈલ અને કટર મળી જપ્ત કર્યા છે.આરોપીઓએ ભાવનગર જીલ્લા સહિતના વિસ્તારોમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે અને અત્યાર સુધીમાં 8 ગુન્હાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે. હજુ 4 આરોપી ફરાર છે.