કણબી વાડ નેરા ચોક વિસ્તારમાંથી જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી લીધા.ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે મામાકોઠા રોડ પાસે કણબીવાડ નેરા ચોક ખાતે દરોડો પાડી નવ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.દરોડા દરમ્યાન પોલીસે તેમની પાસેથી ગંજીપત્તાના પાના ૫૨ નંગ તથા રોકડા રૂપિયા રૂ. ૧૬,૫૬૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આરોપીઓને જુગારધારા કલમ-૧૨ હેઠળ કાયદેસર અટક કરવામાં આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.