શ્રાવણ મહીનામાં શનીવારે હનુમાન દાદાના દર્શનનો અનેરો મહિમા માનવામાં આવે છે ત્યારે આજે જાંબુઘોડાના અભ્યારણ માં આવેલા શ્રી ઝંડ હનુમાન ખાતે શ્રાવણ માસના આજે છેલ્લા શનીવારે દાદાના ભક્તો ઉમટ્યા હતા જેમાં ઝંડ હનુમાન ખાતે મેળો ભરાતો હોય ત્યાંરે ભક્તો શુકવારની રાત્રીથી જ પગપાળા સંઘો આવવાની શરૂઆત થઇ હતી અને સમગ્ર રોડ ઉપર જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે દર્શને આવેલા લાખો ભક્તોએ દાદા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી