પાંચ વર્ષ પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ ( સેલંબા) માં થયેલી મારામારીના એક કેસમાં સાગબારા કોર્ટે બે આરોપીઓને દોષી ઠેરવીને સજા સંભળાવી છે. આ કેસમાં કોર્ટે બંને આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે. કે દંડની રકમમાંથી પાંચ પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા ઇજાગ્રસ્તોને વળતર તરીકે ચૂકવવામાં આવે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ