કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે રૂ. ૧.૪૧ કરોડના પાણી પુરવઠા બોર્ડના 33 કામો મંજૂર કર્યા.આજરોજ કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમની બેઠક કલેકટર કચેરી ,નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સહાયિત રિજનલ વોટર સપ્લાય સ્કીમ હેઠળના મીની પાણી પુરવઠા યોજના અને હયાત બોર સિંગલ ફેઝ મશીનરી ૧.૪૧ કરોડના પાણી પુરવઠા બોર્ડના વિવિધ 33 પ્રોજેક્ટ 33 નાકામો મંજુર કરવામાં આવ્યા હતા.