ખેરોજ-પોશીના રોડ ઉપર ભાદરવી પૂનમના મેળા ને લઇ પદયાત્રીઓનો ઘસારો અવિરત છે ત્યારે અંબાજી માઁ ધામે મોટી સંખ્યામાં માઈ ભક્તો જાય છે ત્યારે ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિક વચ્ચે જ ખેરોજ નજીક બુધવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ એક એસટી બસ બંધ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઇને પદયાત્રીઓને પણ ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે ખેરોજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી એસટી બસને સલામત સ્થળે કરી હતી.