કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે વર્ષ 2025 ના ચાતુર્માસનું પાલન કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથી ધર્મ સંઘના અગિયારમા શિષ્ય યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની શુભ ઉપસ્થિતિમાં આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા. મુલાકાત અંતર્ગત શ્રી શાહે આચાર્યશ્રીના નિવાસસ્થાને પહોંચી અને આચાર્યશ્રીને વંદન કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા આચાર્યશ્રીએ ગૃહમંત્રી સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી.