શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢી ઈદ-એ-મિલાદના તહેવારની ઉમંગ અને ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બાળકો,વડીલો અને યુવાનો સહિતે જોડાઈને ઈદ-એ-મિલાદની ઉજવણી કરી હતી.આ ઝુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરા નગરના હુસેની ચોક ખાતેથી શરૂઆત થઈ હતી,જ્યાંથી હોળી ચકલા,પરવડી બજાર,મુખ્ય તળાવ,મેઈન બજાર,સિંધી ચોકડી અને બસ સ્ટેશન વિસ્તાર સહિતના માર્ગો પર ફર્યું હતું.