ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભુજમાં સંતો ધરણા પર બેઠા છે. એકલધામ મહંત યોગી દેવનાથ બાપુ આ માંગ સાથે ઉપવાસ પર બેઠા છે. સરકારને અનેક રજૂઆતો બાદ પણ માંગ ન સંતોષાતા તેઓ ઉપવાસ પર ઉતર્યા છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યના સાધુ સંતો અને ગૌપ્રેમીઓએ આ લડતને સમર્થન આપ્યું છે. વિવિધ ગૌ સંસ્થાઓ અને ગૌરક્ષકો પણ આ લડતમાં જોડાયા છે.