વિજાપુર લાડોલ તુલસી કોટન મીલ કમ્પાઉન્ડ ખાતે આજરોજ ગુરુવારે સવારે અગીયાર કલાકે પશુ પાલક હીતો ને ધ્યાન રાખી જાગૃત સંમેલન યોજાયો હતો. જેમાં દૂધસાગર ડેરી ના વહીવટ માં થયેલ સાગરદાણ માં ગેરરીતિ અને ચલાવેલ સગાવાદ અને પશુ પાલકો સાથે થઈ રહેલા અન્યાય સામે લડત છેડી છે. આ સંમેલન માં પશુ પાલકો મોટી સંખ્યા મા ઉમટી પડ્યા હતા. સંમેલન માં ચેરમેન અશોક ભાઈ ચૌધરી ના વહીવટી નિર્ણય સામે ઘણા સવાલો ઉઠાવ્યા હતા.