પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમ આજે સોમવારે હાલોલના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે ગોધરા રોડ પર તપાસ હાથ ધરી હતી.જેમાં એક મકાનમાં પરપ્રાંતીય ઈસમ પાડે રહેતો હતો જેની જાણ મકાન માલિકે સ્થાનિક પોલીસ મથકે કરેલ ન હતી. જ્યારે ચા નાસ્તાની દુકાનમાં પણ એક પરપ્રાંતીય ઈસમ નોકરી કરતો હતો. જે અંગેની પણ જાણ પોલીસ મથકે કરેલ ન હતી.જેને લઈને એસઓજી પોલીસે મકાન માલિક અને દુકાન માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.