હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસત વન નજીક આજે સાંજે 6 વાગ્યાના અરસામાં કાર અકસ્માત સર્જાયો હતો જેમાં અચાનક રોડ પર નીલગાય દોડી આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી કાર સીધી જ ભટકાઈને નીલગાય સાથે અથડાઈ હતી જેમાં અજયસિંહનો આબાદ બચાવ થયો હતો પરંતુ તેમના પત્ની રાજેશ્વરીબેનના પગમાં ગંભીર ઈજાઓ થતાં ફ્રેક્ચર થયું હતું અને તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા