ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજેમાં નાચવા બાબતે તકરાર સર્જાઈ હતી. કુંભારવાસના સુમિત ઠાકોરભાઈ ભોઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, કુશાલ પન્નાભાઈ ભોઈએ તેમને નાચવા દબાણ કર્યું હતું. સુમિતે ના પાડતાં કુશાલ ઉશ્કેરાઈ અપશબ્દો બોલ્યા અને લાકડી વડે ખભા તથા બરડાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે 4 સપ્ટેમ્બરે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.