માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી કોલેજ નજીક મુખ્ય માર્ગની બાજુમાં અજાણ્યો ટ્રક ચાલક પ્રવાહી કેમિકલ વેસ્ટનો નિકાલ કરી ભાગી છુટ્યો હતો જેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે સ્થાનિકો દ્વારા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે