મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગુવાલિયા ગામે પસાર થતા કોતરમાં ગઈકાલે સાંજે બે બાળકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી હતી જેને રાતથી જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે સવારે મળતી વિગત મુજબ એક બાળકનું મૃતદેહ મળી આવ્યો છે જેને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો અન્ય બાળકની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે