વડોદરા : એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કેસ અંગે પૂછતાછ શરૂ કરી હતી.વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એન્જસીઓ તપાસમાં જોડાઈ હતી.હરણી પોલીસ મથકે મુસાફરને લઈ જઈ આ મામલે સઘન તપાસ હાથધરવામાં આવી રહી છે.