આજથી રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ નિયમનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.શહેરના અનેક વિસ્તારોમાં વાહનચાલકોએ હેલ્મેટને બદલે માથે તપેલી, બાઉલ, અને પ્લાસ્ટિકના ડબ્બા પહેરીને વાહન ચલાવ્યા હતા. એક દ્રશ્યમાં એક વૃદ્ધ 'કાકા' માથે તપેલી પહેરીને બાઇક પર જતા જોવા મળ્યા હતા