વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણી આવતા નદીના પટ માં નહિ જવા અપીલ કરાઈ.તાપી જિલ્લાના વ્યારા અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જેને લઈ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.ગુરુવારના રોજ 1.30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મીંઢોળા નદીમાં પાણી આવતા સાવચેતીના ભાગરૂપે નદીના પટ માં નહિ જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.