વઢવાણ શહેરમાં નવા દરવાજા પાસે આવેલ કાપડની દુકાનમાં દંપતીએ ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે.કાપડની દુકાનમાં આવી દંપતી વાતોમાં રાખી મહિલા અંદાજે આઠ થી દશ પંજાબી ડ્રેસ ચોરી કરી ચાલુ રીક્ષામાં ચડી ફરાર થઈ ગઈ હતી. આ મામલે દુકાન માલિક મહિલાએ વધુ વિગતો સાથે પ્રતિક્રિયા આપી હતી.