પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભક્તોનો સામાન્ય પ્રવાહ સોમનાથ સાનિધ્યે જોવા મળ્યો હતો.વહેલી સવારે પ્રાતઃ પૂજન તેમજ પ્રાતઃ આરતી બાદ મંદિર પરિસરમાં પાલખીયાત્રાનું પણ આયોજન કરાયું હતું.જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સિવાય દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.