ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) જેસર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા સનાળા ગામમાંથી ગંજીપત્તાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. ૫૭,૬૩૦/-ની રોકડ સાથે આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરી કરવામાં આવી.