ખેડા જિલ્લા કલેકટર અને સાંસદની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ઉપસ્થિત ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારમાં જન સુવિધા ના પ્રશ્નો ની રજૂઆત કરાઈ હતી જ્યાં સંબંધીત વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે કરાયેલી કામગીરી અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે કલેક્ટર દ્વારા વરસાદી વાતાવરણની ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર સંબંધી તમામ સૂચનાઓનું અમલીકરણ તાત્કાલિક અસરથી કરવા જણાવવામાં આવ્યું છે.